મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ગેસ પર કુકર ગરમ કરી અને સેકી લેવા...ચોખા થોડા લાલ થાય અને તેમાંથી સુંગધ આવે એટલે ચોખા કાઢી લેવા....પછી તે કૂકર મા તેલ ઉમેરી ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ, બાદી યા, જીરું, હિંગ, લસણની આખી કળી ઉમેરવી, લસણની કળી લાલ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તે થોડી લાલ થાય ત્યાં સુધી પકવવી...
- 2
પછી તેમાં લસણ આદુ ની પેસ્ટ અને સમારેલા ટામેટાં એડ કરી અને પકવવા...પછી તેમાં બટાકા અને વટાણા ઉમેરી બધા મસાલા એડ કરવા..જેમકે, હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું, મીઠું,ગરમ મસાલો વધુ એડ કરી અને થોડુ થોડું પાણી ઉમેરી અને ૨/૩ મિનિટ પકવા દેવું...
- 3
પછી તેમાં ચોખા ઉમેરી અને મિક્સ કરવા.૧ મિનિટ પછી તેમાં ૨ ગ્લાસ પાણી ઉમેરી અને કુકર બંધ કરી દેવું...અને ૪ સિટી વગાડવી...પછી ગેસ બંધ કરી દેવો...તો તૈયાર છે..ખુબજ જતપટ બની જાય એવો મસાલા ભાત...જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (6)