વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#KS6
#cookpadindia
#cookpadgujarati
મઠો એ શ્રીખંડ જેવું જ એક વ્યંજન છે જે શ્રીખંડ કરતા થોડું પાતળું હોય છે પરંતુ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. મૂળ ઘટક દહીં થી બનતી આ મીઠાઈ ઉનાળા ની ગરમી માં બહુ પસંદ આવે છે. આ વ્યંજન દહીં અને ખાંડ થી બને છે પછી આપણી પસંદ પ્રમાણે ના ઘટક અને સ્વાદ ઉમેરી તે મઠો બનાવી શકાય છે.
મઠા અને શ્રીખંડ માં ખાસ મહત્વ દહીં નું છે. દહીં એકદમ જ જાડું( પાણી વિનાનું) અને મોળું હોવું જરૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 1લિટર દૂધ નું દહીં (મોળું)
  2. 1/2કપ દળેલી ખાંડ
  3. 10અખરોટ (ટુકડા કરેલા)
  4. 5ચમચા કેરેમલ સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં માં પાણી નો ભાગ નીકળી જાય એ માટે તેને મલમલ ના કપડાં માં બાંધી ને નિતારી લેવું. ગરમી માં ફ્રીઝ માં જ રાખવું જેથી ખાટું ના થાય.

  2. 2

    દહીં નો મસ્કો તૈયાર થઈ જાય એટલે તેને કપડાં માંથી એક વાસણ માં ફેરવો. દળેલી ખાંડ ઉમેરી અને સરખું મિક્સ કરી લો.

  3. 3

    હવે અખરોટ ના ટુકડા, કેરેમલ સોસ નાખી ને ભેળવી લો. હલકા હાથે જ ભેળવવું.

  4. 4

    ફ્રીઝ માં એકદમ ઠંડુ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes