ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના છીલકા ઉતારી અને નાના ટૂકડા કરી મીઠું અને હળદર નાખી તેને ૨૪ કલાક રાખી દેવાની..
- 2
હવે કેરી ને એક ઝારા મા કાઢી લેવાની..અને જે કેરી નુ પાણી નીકળે તેમાં ખારેક અને લાલ મરચા પલાળી દેવાના ૪ કલાક માટે...કેરી ને કોટન ના કપડા પર સુકવી દેવાની..૪ કલાક પછી ખારેક અને મરચા પણ સુકવી દેવાના..
- 3
હવે ગોળ ને સુધારી લેવાનો..એને ત્યાર બાદ હળદર,ધણા ના કુરિયા,રાઈ ના કુરિયા અને હિંગ બધુ ગોળ ઉપર પાથરી દેવાનુ..હવે તેલ ગરમ કરી તેમાં તજ લવિંગ નાંખવાના..હવે આ તેલ જે ગરમ કર્યુ છે તે ગોળ મા મિક્સ કરી દેવાનુ..અને પછી તે ઠન્દુ થાય એટલે મરચું પાઉડર મિક્સ કરી દેવાનુ..અને ત્યાર બાદ તેને સરખુ મિક્સ કરી લેવાનુ..આ ગોળ કેરી નો મસાલો રેડી થયો..(ધાણા ના કુરિયા પીસી ને નાંખવાના)
- 4
હવે કેરી, મરચા અને ખારેક જે સુકાઈ ગયા હોઇ તેને આ રેડી કરેલા મસાલા મા મિક્સ કરવાના..હાથ થી મિક્સ કરવાનુ છે..ત્યા સુધી મિક્સ કરવાનુ જ્યા સુધી તેલ છુટુ ના પડી જાઇ..તેલ છુટુ પડે એટલે તેને ઢાંકી ને મુકી દેવનુ..૩ દિવસ સુધી તેને એજ વાસણ મા રાખવાનું..સાવ લચકા પડતુ થાય પછી એર ટાઈટ કાચ ની બોટલ મા ભરી લેવાનુ..
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (8)