કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર સૌથી પેલા ગરમ તેલ થવા મુકો. તેલ થઇ જાય એટલે તેમાં પાણી ની અંદર એડ કરેલું મીઠુ ૧ ચમચી એડ કરી ને તેલ ને ઢાંકી દયો. તેલ માં બધું પાણી નીકળી જાય ત્યાં સુધી ઢાંકી ને રાખો. (પાણી એટલા માટે કે કેળા ની વેફર એકદમ બહાર જેવી ક્રિસ્પી થશે)
- 2
હવે તેલ માંથી પાણી નીકળી જાય એટલે એક એક કેળા ને ખમણી થી વેફર પાડો. વેફર ફુલ ગેસ ની ફ્લેમ પર તળો, જેથી બહાર જેવી જ વેફર થશે.
- 3
વેફર ગુલાબી રંગ ની થઇ ત્યાં સુધી તળો ને પછી ડીશ માં સર્વે કરો, ઉપર થી મસાલો છાંટો.
- 4
મસાલો બનાવા ની રીત.
એક વાટકી માં ૨ ચમચી મરચું ને એમાં ૧ ચમચી સંચળ ને ૧ ચમચી ચાટ મસાલો લઇ ને મિક્સ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437507







ટિપ્પણીઓ