ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#EB
#WEEK16
#ff3
#CookpadIndia
#Cookpadgujarati

શ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું.

ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)

#EB
#WEEK16
#ff3
#CookpadIndia
#Cookpadgujarati

શ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1-1/2 કપમિલ્ક પાઉડર
  2. 1 કપદૂધ
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 2 કપસુકા કોપરાનું ખમણ
  5. 1-1/2 કપદૂધ
  6. 1/2 કપખાંડ
  7. 1 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  8. એલાઈચી પાઉડર
  9. 4 નંગબદામ ની કતરણ
  10. 10-12 નંગપીસ્તા ની કતરણ
  11. 6-7 નંગકેસરના તાતણા
  12. 1/4 ટે સ્પૂનયલો ફૂડ કલર
  13. 1/4 ટે સ્પૂનગ્રીન ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    બેઝ બનાવા માટે પહેલા એક નોનસ્ટિક પેનમાં દૂધ લો તેમાં ઘી ઉમેરો હવે મિલ્ક પાઉડર ઉમેરી મીકક્ષ કરી લો ત્યારબાદ તેને ગેસ પર મુકો મીડયમ - સ્લો ફેલમ પર તેને કૂક કરો મિકક્ષર થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

  2. 2

    હવે તેમાં ખાંડ ઉમેરો. હવે આ મીકક્ષર માંથી ખાંડનું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવું અને ડો ફોર્મ મા મિકક્ષર આવે અને પેન ની સપાટી છોડી દે એટલે સમજવું માવો તૈયાર છે. ઉપર એલાઈચી પાઉડર નાખીને હલાવી લેવું હવે આ

  3. 3

    માવા ને તરત જ કેક મોલ્ડ માં સેટ કરો. ઉપર બદામ ની કતરણ ભભરાવો અને તવેથા થી દબાવી ને ફિજમાં 15 મિનિટ સેટ કરવા રાખો

  4. 4

    ટોપરાના ખમણ ને એક બાઉલ માં લો અને તેમાં દુધ ઉમેરી ને હલાવી 30 મિનિટ માટે રાખી મુકો.

  5. 5

    હવે એક નોનસ્ટિક કડાઈમાં 2 ચમચી ઘી લઈ તેમાં પલાડેલ કોપરા ના મિક્ષણ ને શેકવાનું છે. જ્યાં સુધી કોપરા માં રહેલ દૂધ બળી જાય ત્યાં સુધી કોપરાને શેકવું. કોપરાનું ખમણ શેકાઈ જશે એટલે તેમાંથી આજુબાજુ પર ઘી દેખાવા લાગશે.

  6. 6

    હવે આ કોપરા ના ખમણ માં તમે જેટલું સ્વીટ ખાતા હોવ એ પ્રમાણે કન્ડેશમિલ્ક ઉમેરવાનું છે. કન્ડેશમિલ્ક ઉમેરર્યા પછી પણ 10 મિનિટ કૂક કરો. એક નાની ગોળી વાળી ને ચેક કરી લો માવો છૂટો નથી પડતો ને જો પરફેટ હોય તો ગેસ ઓફ કરી લો. અને જો છુટુ થઈ જતુ હોય તો 1 ચમચી મિલ્ક પાઉડર ઉમેરી ફરી ચેક કરી લેવું

  7. 7

    હવે આ મીક્ષણ ના બે ભાગ કરો એક ભાગ માં કેસર ના તાતણા અને યલો કલર ઉમેરી ને મીકક્ષ કરી લો. બીજા ભાગમાં પીસ્તા અને ગ્રીન કલર ઉમેરી મિક્સ કરી લો.

  8. 8

    હવે આ મીકક્ષર ને આપણે જે બેઝ બનાવેલ છે તેના ઉપર પહેલા ગ્રીન કલરના મિક્સરને સ્પ્રેડ કરશું તેના ઉપર પીસ્તા ની કતરણ લગાવી ફરી ઉપર યલો મિક્સરને સ્પ્રેડ કરીશું. ઉપર કેસરના તાતણા મુકી ફિજમાં 15 મિનિટ સેટ કરવા રાખીશું.

  9. 9

    તો તૈયાર છે આપણી ત્રિરંગી ટોપરાપાક કેક. આ કેક ને હવે ધીરે રહીને અનમોલ્ડ કરીશું અને એક પ્લેટ માં કાઢી લઈ તેના પર પીસ્તા અને ગુલાબ થી ગાનિૅશીં કરીશું. તો એકદમ ઈઝી અને થોડા નવા ટ્વિસ્ટ સાથે કાનુડા માટે ની કેક તૈયાર છે.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes