દૂધી નો હલવો

#RB4
દુધીનો હલવો મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
દૂધી નો હલવો
#RB4
દુધીનો હલવો મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીની છાલ કાઢીને તેને ખમણી લો એક એક જાડી કડાઈમાં થોડું ઘી ઉમેરી પાંચ-સાત મિનિટ સુધી દૂધીનું ખમણ તેમાં સાંતળી લો
- 2
થોડીવાર થોડીવાર બાદ તેમાં ફુલ ફેટ દૂધ ઉમેરો લગભગ વીસેક મિનિટ સુધી તેને થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી દૂધ બળી જાય અને દુધી તેની અંદર બરાબર ચડી જાય
- 3
હવે તેની અંદર ખાંડ ઉમેરો થોડીવાર હલાવી ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી રાહ જુઓ લીલો રંગ બે ચમચી દૂધમાં ઉમેરી હલવામાં ઉમેરો હવે તેની અંદર પેંડા ઉમેરો પેંડા હાથથી મસળી ને અથવા ખમણીને ઉમેરી શકો છો સતત હલાવતા રહી એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી હલાવો હવે તેની અંદર ઇલાયચી પાઉડર ઉમેરો થોડીવાર ઠંડુ થઈ જાય પછી કાચના બાઉલમાં કાઢી તેની અંદર પીસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (5)