મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચારી લેવો. હવે તેને એક બાઉલ માં લઇ તેમાં ધીમે ધીમે પાણી નાખવું ને મિક્સ કરવું ને બેટર તૈયાર કરવું.
- 2
પછી બેટર ને ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપવો જેથી તે સેટ થઈ જાય. પછી ગેસ પર ઘી ગરમ કરવા મુકવું. બુંદી હંમેશા મીડિયમ થી હાય ફ્લેમ પર જ તળવી.
- 3
ઘી ગરમ થઈ જાય એટલે તે જારા ને ઘી થી થોડું ઉપર રાખી થોડું બેટર તેમાં નાખવું એટલે બુંદી ઘી માં પાડવા લાગશે. બુંદી ઘી માં તળી લેવી. પછી તેને એક પ્લેટ માં કાઢી લેવું.
- 4
એક પેન માં ખાંડ, પાણી,કેસર નાખી ગરમ કરવું. ખાંડ ઓગળી જાય પછી ૨ મિનિટ ગરમ કરવી પછી ગેસ બંધ કરી દેવો.
- 5
પછી બધી બુંદી ચાસણી માં નાખી ને મિક્સ કરવું. હવે ૨ થી ૩ કલાક એમજ રહેવા દેવું. પછી એક બાઉલ માં લઇ તેના પર ડ્રાયફુટ થી ગાર્નિશ કરવું. પછી સર્વ કરવું. તો તૈયાર છે મીઠી બુંદી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16378951





ટિપ્પણીઓ