દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)

#DR
આ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DR
આ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને બે પાણીથી ધોઈને પલાળી દો 1/2 કલાક પછી તેમાં એક ટામેટું કટ કરીને મિક્સ કરો. હવે તેને કુકરમાં ચારથી પાંચ સીટી વગાડીને બાફી લો હવે તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો
- 2
હવે એક તપેલીમાં દાળ કાઢો તેમાં જરૂર પૂરતું પાણી મિક્સ કરો. હવે તેમાં મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું એક વાડકીમાં મિક્સ કરીને દાળમાં નાખો હવે ગોળ નાખો
- 3
જરા વાર ઉકળવા દો હવે એક વઘારીયામાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ નાખીને વઘાર કરો હવે તેમાં હિંગ નાખો સૂકું લાલ મરચું નાખો હવે આ વઘારને દાળમાં મિક્સ કરો અને દાળને ઉકળવા દો
- 4
હવે તેમાં આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ નાખો. બે લીંબુનો રસ નાખ્યો છે હવે તેમાં કોથમીર મિક્સ કરો અને મીઠા લીમડાના પાન નાખો બે ત્રણ મિનિટ ઉકાળો તૈયાર છે આપણી દેશી તુવેર દાળ
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ