લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati)

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9
આ લાલ ચોખા ડાંગ જિલ્લામાં થાય છે. ડાંગ જિલ્લામાં ચાર પ્રકારના અલગ અલગ ચોખા થાય છે. આને બ્રાઉન રાઈસ પણ કહે છે. આ સૂપ લાલ ચોખાના ઓસામણમાંથી બનાવ્યો છે. આ મારી યુનિક રેસીપી છે. આ સૂપ માં ફક્ત મરી, મીઠું અને લીલું મરચું એડ કરવામાં આવે છે. આ સૂપ નો કલર પિંક જેવો થાય છે. લાલ ચોખામાંથી આપણને મેગેનીઝ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર વિટામિન્સ મળે છે. ડાયાબિટીસના દર્દી માટે રામબાણ કહેવામાં આવે છે. લાલ ચોખા નું નિયમિત સેવન કરવાથી અસ્થમા ના દર્દી માટે ખૂબ જ ફાયદો કરે છે કારણ કે તે ઓક્સિજનના પરિભ્રમણને સુધારે છે. લાલ ચોખા ખાવાથી વજન પણ ઘટે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને 1 કલાક માટે પલાળી રાખો. જેથી કુક થતા વાર ન લાગે.
- 2
આ ચોખાને એક તપેલીમાં લઈ તેમાં મીઠું, મરી પાઉડર,લીલું મરચું અને જરૂર મુજબ પાણી એડ કરી બાફી લો. ગેસની ફ્લેમ સ્લો રાખવી.
- 3
હવે ચોખા બફાઈ ગયા છે. સૂપ જેવી કન્સીસટન્સી રહે ત્યાં સુધી કુક કરો. પછી ગેસ ઓફ કરી દો.બરાબર હલાવી લો.
- 4
સૂપ ને મરી પાઉડર અને લીલા મરચાથી ગાર્નીશ કરો. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ ની મજા માણો.
- 5
નોંધ: આ ચોખાને પુલાવની જેમ તપેલીમાં ખુલ્લા જ બાફવાના છે. કુકરમાં બાફવાના નથી. કુકરમાં બાફવાથી ચોખાના દાણા છુટ્ટા નહીં રહે અને સૂપ પીવાની મજા નહીં આવે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)