અવધિ સિઝલર (Avadhi Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ ને 30 મિનિટ માટે પલાળી લો. હવે પેન માં ઘી મૂકી તજ,લવિંગ,ઈલાઇચી, તમાલપત્ર એડ કરી ચોખા એડ કરી મિક્સ કરો જરૂર મુજબ પાણી એડ કરો.80% જેટલા કૂક થાય એટલે ઓસાવિ લો.
- 2
ઝરદા પુલાવ માટે પેન માં ઘી મૂકી તેમાં કાજુ,બદામ,કિશ્મિશ્ એડ કરી સાનતળી લો.હવે તેમા ખાંડ એડ કરી 2 મિનિટ કૂક કરો.હવે તેમાં પનીર ના પિસિસ્ મીઠું,મરી કેસર એડ કરી ભાત એડ કરી મિક્સ કરો.
- 3
સરખું મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 કૂક કરો.
- 4
સોસ માટે પેન માં તેલ મૂકી તેમાં તજ, લવિંગ,તમાલપત્ર એડ કરી કાંદા, આદુ મરચા લસણ ની પેસ્ટ, ખસખસ,કાજુ,બદામ એડ કરી કૂક કરો.હવે ઠંડુ કરી પ્યુરિ બનાવી લો.
- 5
હવે પેન માં તેલ મૂકી તેમાં પ્યુરિ એડ કરી મીઠું,મરી પાઉડર, બધા શાક,પનીર એડ કરી મિક્સ કરો.દૂધ એડ કરો.હવે ક્રીમ એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ કૂક કરો.
- 6
શીખ કબાબ માટે બટાકા ને બાફી લો.હવે તેને મેશ કરો.પેન માં તેલ મૂકી તેમાં કાંદા આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો હવે ચણા નો લોટ એડ કરી 1 મિનિટ શેકી લો.હવે બધા શાક એડ કરી મિક્સ કરો ઠંડુ કરી લો.
- 7
હવે તેને બટાકા માં એડ કરી પનીર,ચીઝ, બધા મસાલા,કાજુ ના ટુકડા,મીઠું,લીંબુ નો રસ,બ્રેડ ક્ર્મ્બ્સ્ એડ કરી સરખું મિક્સ કરો. હવે તેને સ્ક્રુવર સ્ટિક માં સરખું ભરાવી લો.
- 8
પેન માં તેલ મૂકી શેકી લો.
- 9
વેજ સ્ટર ફ્રાય માટે પેન માં બટર મૂકી તેમાં સિઝનીગ એડ કરી બધા શાક,પનીર મીઠું મરી પાઉડર એડ કરો હવે લીંબુ નો રસ એડ કરી મિક્સ કરો.રેડી વાળી ફ્રેંચ ફ્રાઇસ ને ફ્રાય કરી લો સિઝલર પ્લેટ ને ગરમ કરી લો.
- 10
પ્લેટ ઉપર કોબીજ ના પાન મૂકી ઉપર પુલાવ,સોસ,ફ્રેન્ચ ફ્રાઇસ, વેજ સ્ટર ફ્રાય, કબાબ મૂકી ગરમ સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Avani Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)
- માવા મલાઈ ગાજર હલવા (Mava Malai Gajar Halwa Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
- સંતરા ની છાલ નું અથાણું (Santra chhal nu athanu recipe Gujarati)
- લીલા વટાણા ની સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
































ટિપ્પણીઓ (13)