મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપસમારેલી મેથી
  2. ૧/૪ કપચણા નો લોટ
  3. ૧/૪ કપખાટી છાસ
  4. ૩/૪ કપ પાણી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનધાણાજીરુ
  9. ૧ ટી સ્પૂનખાંડ(optional)
  10. વઘાર માટે
  11. ૨ ટેબલ સ્પૂનતેલ
  12. ૧/૨ ટી સ્પૂનરાઈ
  13. ચપટીહિંગ
  14. ઉપર થી વઘાર માટે
  15. ૩ ટી સ્પૂનતેલ
  16. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ અને હિંગ નાખો.પછી તેમાં ધોયેલી મેથી ની ભાજી વઘારો.તેને ત્રણ થી ચાર મિનિટ માટે કૂક થવા દો.

  2. 2

    હવે એક તપેલી માં ચણા નો લોટ લો.ત્યાર બાદ તેમાં છાસ નાખી અને બધા મસાલા કરી લો.ત્યાર બાદ તેમાં પાણી નાખી ને બ્લેન્ડર ફેરવી લો.

  3. 3

    હવે મેથી ચડી જાય એટલે તેમાં બનાવેલું ચણા ના લોટ નું મિશ્રણ રેડો.હવે તેને સતત હલાવતા રહો.તે ધીમે ધીમે થીક થશે.તે થીક થાય એટલે એટલે તેલ ઉપર આવે એટલે તેને નીચે ઉતારી લો.

  4. 4

    હવે તેને એક બાઉલ માં કાઢી લો.ત્યાર બાદ તેમાં ઉપર લાલ મરચું નાખો અને તેની ઉપર બીજું તેલ ગરમ કરી ને નાખો.ત્યાર બાદ તેને ગરમ જ સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે શિયાળા મા ગરમ ગરમ ખાવાની મજા આવે તેવું મેથી નું લોટ વાળું શાક સર્વ કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes