હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)

પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે.
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને વરાળ માં બાળફી લો. જેમ કે ઢોકળીયા માં એને મૂકી ને બાફી લો જેથી એમાં વધારાનું પાણી નું પોર્શન ન જાય. હવે એને અને આદુ મરચાં લસણ એમ ત્રણેય ને ભેગા મિક્સર માં વાટી લો અને પેસ્ટ રેડી કરો. હવે પાલક ને ૨ મિનિટ માટે જ બ્લાન્ચ કરી એનું પાણી નિતારી લઇ ને એની પેસ્ટ બનાવો.
- 2
હવે બાફેલા બટાકા ને ખમણી લો. અને પછી એમાં બધા મસાલા ઉમેરી ને એનું મિશ્રણ તૈયાર કરો. હવે કબાબ નો આકાર આપી ને બધા કબાબ વાળી ને રાખી દો. તેલ ગરમ થવા મૂકી દો. હવે તેલ માં ડીપ ફ્રાય કરો કબાબ ને અને એ સરસ તળાય જાય એટલે એ સર્વ કરો.
- 3
હું ફૂડ કલર બિલકુલ યુઝ નથી કરતી જે પણ કલર કુદરતી સામગ્રીઓ ના હોય એ જ વાપરવા જોયે. રેડી છે ઠંડી ની ઋતુ માં ગરમા ગરમ હરાભરા કબાબ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)