મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા

મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ ભાજી ને ધોઈ જીણી સમારી લો. મે ફૂડ પ્રોસેસર માં બધી જ ભાજી, ઘઉં નો લોટ, બેસન, ઓટ્સ, સત્તુ નો લોટ, અજમો, સોડા, મીઠું, ખાંડ, બાકી ના મસાલા, તેલ નાખી મિક્ષ કરી મુઠીયા ના વાટા બનાવી 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરી લો. મે અહીં ઇલેક્ટ્રિક pot માં બનાવ્યા છે. તમે રેગ્યુલર કરીએ એમ કરી શકો છો.
- 2
બફાઈ ગયા બાદ થોડું ઠંડા થાય એટલે પીસ કરી લેવાં. આયર્ન ની કડાઈ માં તેલ લઇ તેમાં સૂકું મરચું, રાઈ, લીમડો, હિંગ તલ નાખી વઘાર કરો. મુઠીયા ઉમેરી ધીમા તાપે ક્રિસ્પી કરો. અને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)