ઘુટો (Ghuto Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બન્ને દાળ લઈ ધોઈ ને ગરમ પાણી માં 4 કલાક સુધી પલાળી રાખો.
- 2
હવે બધાજ શાકભાજી (લીલાં વટાણા, તુવેર દાણા, સૂરતી પાપડી, વાલોર પાપડી પાપડા ગાજર કેપ્સીકમ કોબીજ લીલી હળદર ડુંગળી ટામેટા રીંગણ દૂધી ટીંડોરા બટાકા) આ બધી વસ્તુઓ ને નાના ટુકડા માં સમારી લો. હવે મિક્સ ભાજી ઓ (મેથી, પાલક, લીલાં ધાણા, લીલું લસણ, લીલી ડુંગળી) આ બધાને સમારી ને પાણી થી ધોઈ લો.
- 3
હવે એક કૂકર માં પાણી ને ગરમ કરવા મૂકો. એકદમ પાણી ઉકળે એટલે તેમાં બધા જ શાક એડ કરો ત્યાર બાદ તેમાં બધી ભાજી લીલું લસણ, લીલાં ધાણા, લીલી ડુંગળી એડ કરો. હવે તેમાં બંને દાળ એડ કરો. આદું મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી ને બધું જ બરાબર મિક્સ કરી લો.
- 4
હવે કૂકર બંધ કરી ને મિડિયમ ગેસ પર 5 થી 6 સીટી કરી લો. ત્યાર બાદ મેશ કરી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ ઘૂટો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16776626
















ટિપ્પણીઓ (3)