ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati)

#LSR
લગ્ન પ્રસંગ નાં ગુજરાતી જમણવાર માં આ સંભારો તો હોય જ અને ગુજરાતી ઘરો માં પણ સીઝન હોય ત્યારે આ સંભારો સાઈડ ડીશ તરીકે અવશ્ય બનતો હોય છે...કુમળા મોળા મરચાં અને ટિંડોરા નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...જરૂર ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટિંડોરાને ઉભી ચિરી માં સમારી લો....લીલા કુમળા મરચાં ને પણ રીંગ માં સમારી લો.
- 2
એક પેનમાં વઘાર નું તેલ મૂકો....રાઈ ઉમેરો રાઈ ફૂટે એટલે ચપટી હિંગ ઉમેરી તરત જ મરચાની રીંગ તેમજ બે ત્રણ આખા મરચાં ઉમેરી સાંતળો...
- 3
મરચાં સંતળાય એટલે સમારેલા ટિંડોરા ઉમેરી મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરો. આપણે ટિંડોરા ક્રંચી જ રાખવાના છે એટલે તરતજ ગેસ બંધ કરો...તો તૈયાર છે લગ્ન નાં જમણવાર નો સંભારો...બાઉલમાં કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ