મકાઈ ના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મકાઈ નો લોટ, રવો લઈ મિક્સ કરી દહીં, આદુ- મરચા ની પેસ્ટ, મીઠું, હળદર નાખી મિક્સ કરી ખીરુ તૈયાર કરવું.
- 2
ખીરા ને થોડીવાર ઢાંકી ને મૂકી રાખવું. ત્યારબાદ ખીરા માં ઈનો નાખી મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી માં ખીરુ નાખી તેની ઉપર લાલ મરચું છાંટી ને સ્ટીમર માં થાળી ને 20 મિનિટ સ્ટીમ કરવી.
- 3
થાળી ને બહાર કાઢી ઠંડી પડે પછી તેના પીસ કરી કોથમીર છાંટવી. વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ, હીંગ, તલ,મરચા, લીમડા ના પાન નો વઘાર કરી વઘાર ને ઢોકળા પર પાથરવો.
- 4
તૈયાર છે મકાઈ ના ઢોકળા.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833445










ટિપ્પણીઓ (16)