રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ ને બાફી લો અને ઘઉં ના લોટ માં 3 ચમચી તેલ નાખી લોટ બાંધી લો અને તેને 15 થી 20 મીનીટ કુણવા માટે રાખી દયો
- 2
બાફેલી દાળને બ્લેન્ડ કરી તેમાં ખાંડ નાખી ગેસ પર મૂકી ને તવિથા ની મદદ થી સતત હલાવતા રહો થોડું ઘટ થાય એટલે તવીથા થી ચેક કરતા રહો જ્યારે તવિથો ઊભો રહે એટલે સમજવું કે પૂરણ તૈયાર થઈ ગયું છે
- 3
હવે એક લૂઓ લ્યો તેને સહેજ વણી લ્યો પછી તેમાં વચ્ચે પૂરણ મૂકી તેને ગોળ કચોરી ની જેમ વાળી લ્યો અને અટામણ લઇ રોટલી ની જેમ વણી લ્યો ગેસ પર લોઢી મૂકી તેને સેકી લ્યો બંને બાજુ સરસ સેકાય જાય એટલે તૈયાર છે પૂરણપોળી તેની ઉપર ઘી લગાડી બટાકા ની કઢી સાથે સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843709














ટિપ્પણીઓ