હેલ્ધી રાગી બિસ્કિટ

મેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.
હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️
તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાગી લોટ, ઘઉંનો લોટ, બે. સોડા અને મીઠું ચાળી લેવા.
- 2
ચાળ્યા પછી સરસ રીતે મીક્ષ કરી લેવા. હવે એક મોટા વાડકામાં માખણ લઈ તેને ફ્લપી થાય ત્યાં સુધી ફેટવું.
- 3
હવે તેમાં થોડો થોડો ગોળ પાવડર ઉમેરતા જવું અને મીક્ષ કરતા જવું. આ મિશ્રણને ૧૦ મિનીટ (એકદમ ફ્લપી થાય ત્યાં સુધી) ફેટવુ.
- 4
હવે તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જવું અને લોટ ભેળવતા જવો..
- 5
હવે તેમાં જરૂર લાગે તો ૨ ટે. સ્પૂન દુધ લઈ હલકા હાથે લોટ બાંધવો.
- 6
હવે તૈયાર કરેલ લોટને પ્લાસ્ટિકથી ઢાંકી તેને ૧ કલાક ફ્રીજમાં રાખવું. હવે ફ્રીજમાંથી બહાર કાઢી, એક સરખા લુવા બનાવવા.
- 7
હવે ઓવનને ૧૮૦ ડીગ્રી પર પ મીનીટ પ્રી-હીટ કરવા મુકી દેવું.હવે એક એક લુવું લઈ બે હાથથી ગોળ બનાવી, સહેજ દાબી પેંડા જેવો આકાર બનાવવો. પછી ચપ્પાની મદદથી ઉપર ડિઝાઈન બનાવવી.
- 8
હવે ઓવન ટ્રે માં બટર પેપર ગોઠવી તૈયાર કરેલ કૂકીઝને એકબીજાથી થોડા દૂર રાખી ગોઠવવા. અને પછી ઓવનમાં ૧૦-૧૨ મીનીટ માટે બેક થવા દેવા. બહાર કાઢી સંપૂર્ણ ઠંડા થવા દેવા.
- 9
આપણા એકદમ યમ્મી રાગી કૂકીઝ તૈયાર છે.😋😋😋😋😋🥰
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)