રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તજ,લવિંગ, મરી, જીરૃ ને ડ્રાય રોસ્ટ કરી લો, હવે કઢાઈમાં 1/2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, લસણ, આદુ, ટામેટા, કાજુ અને ડ્રાય રોસ્ટ કરેલા મસાલા ઉમેરી કાંદા અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 2
હવે થોડું ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો. પછી એજ કઢાઈ માં બટર ઉમેરી બધા મસાલા જેમકે હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, કિચન કિંગ મસાલો, કસ્તુરી મેથી, બધું ઉમેરી સેકી લ્યો તરત જ બનાવેલી પેસ્ટ ઉમેરી તેલ અલગ પડે ત્યાં સુધી થવા દો.
- 3
હવે થોડું પાણી ઉમેરી મિક્સ કરી એક મિનિટ થવા દો પછી મલાઈ ઉમેરી મિક્સ કરી ગરમ મસાલો નાખી હલાવી લો અને પનીર ના ટુકડા ઉમેરી દો. સરસ મિક્સ કરી ઢાંકી 2 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી શાક સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17216358















ટિપ્પણીઓ (3)