રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને ધોઈને સુધારી લો. હવે કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. હવે તેમાં લસણની કળીને સમારી ને એડ કરો. હવે તેમાં ટામેટા એડ કરી દો.
- 2
હવે ટામેટામાં લાલ મરચું મીઠું ધાણાજીરું હળદર લસણની ચટણી આ બધું એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરો. બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ટામેટા ને ચડવા દો. ટામેટા બરાબર સોફ્ટ થઈ જાય એટલે તેમાં સેવ એડ કરી લો.
- 3
બધું બરાબર મિક્સ કરી લો. બે મિનિટ માટે કૂક થવા દો. હવે સર્વિંગ ડીશમાં લઈ સેવ ટમેટાનું શાક ના ઉપર ધાણાથી ગાર્નિશ કરી ગરમાગરમ ભાખરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15350928




ટિપ્પણીઓ (2)