એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)

લગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો.
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
લગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઑવેન ને 10 મિનિટ માટે 180℃ પર પ્રી-હીટ કરો.
- 2
કેક સ્પૉન્જ બનાવા માટે ની બધી સૂકી સામગ્રી (ઘઉં નો લોટ, કસ્ટર્ડ પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા) 3-4 વાર ચાળી લો.
- 3
અન્ય એક વાસણ માં કન્ડેન્સ્ડ મિલ્ક, પાણી, બટર અને એસસેન્સ લઈ લો. માઇક્રોવેવ માં હાઈ ઉપર 1 મિનિટ માટે ગરમ કરો.
- 4
આ ગરમ કરેલ મિક્સરમાં/મિશ્રણમાં ખાંડ નાખી બરાબર હલાવી લો.
- 5
હવે ચાળેલી સૂકી સામગ્રી ભીની સામગ્રી માં 3 ભાગ માં ઉમેરી દો. ધીરે ધીરે બધું મિશ્રણ બરાબર હલાવી લો પણ વધારે ન હલાવતાં.
- 6
આ મિશ્રણને ગ્રીસ કરેલાં હાર્ટ ના આકાર વાળા કેક ટીન માં રેડી દો. હવે આ ટીન ને ઑવેન માં 50 મિનિટ માટે 180℃ પર બેક કરો. બેક થઈ જાય પછી વાયર રેક પર ઠંડી થવા મુકો.
- 7
વ્હીપ્પિંગ ક્રીમ જે વાસણ માં વ્હીપ્પ કરવાનું હોય અને હેન્ડ બીટર ના રોડ્સ ને ફ્રીઝર માં 20-25 મિનિટ માટે મુકો.
- 8
વ્હીપ્પિંગ ક્રીમ ને ઠંડા કરેલા વાસણ માં લો અને 2 મિનિટ માટે વ્હીપ્પ કરો. હવે થોડું થોડું કરીને વ્હીપ્પ કરો. જ્યાં સુધી બરાબર વ્હીપ્પ ના થાય વ્હીપ્પિંગ ક્રીમ ત્યાં સુધી વ્હીપ્પ કરો.
- 9
હવે કેક ના ચાર ભાગ કરો અને ઉપર નો બમ્પ જો થયો હોય તો કાપી લો. કેક બોર્ડ લો એના ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો થોડું પછી ચાર માં થી એક કેક સ્પૉન્જ નો ભાગ મુકો.
- 10
સ્પૉન્જ ને કોફી વાળા શુગર સિરપ થી ભીંજળો પછી એના ઉપર માસ્કરપોન ચીઝ લગાડો ને એની ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો. હવે ચોકલેટ ચિપ્સ ભભરાવો અને ઉપર બીજો સ્પૉન્જ નો ભાગ મુકો અને એ પણ આ જ રીતે બધું કરો. ત્રણે ભાગ આવી જ રીતે કરો.
- 11
હવે ચોથો સ્પૉન્જ નો ભાગ લો અને એને પણ કોફી વાળા શુગર સિરપ થી ભીંજળો. હવે માસ્કરપોન ચીઝ લગાવી અને વ્હીપ્પડ ક્રીમ થી બરાબર કવર કરી દો.
- 12
ઉપર ના ભાગ પર ગરણી થી કોકો પાઉડર પથારી લો. એના ઉપર મનગમતી સ્ટેન્સિલ મૂકીને પાઉડર શુગર થી ડિઝાઇન કરો. કૉબ થી સાઈડ માં ડિઝાઇન કરો.
- 13
હવે પોરિંગ ગનાશ થી ડ્રિપ્સ કરો કેક ની કિનારી ઉપર. સ્ટાર નોઝલ થી વ્હીપડ ક્રીમ ની ડિઝાઇન કરો. તો તૈયાર છે એગલેસ તિરામીસુ કેક.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (16)