રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ધોઈ અને તેની સ્લાઈસ કરી લેવી. ડુંગળીની પણ સ્લાઈસ કરી લેવી. મરચાંને વચ્ચેથી કટ કરી અને અંદરથી બીયા કાઢી લેવા. એક બાઉલમાં બેસન લઈ તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો. માત્ર કુકિંગ સોડા તળતી વખતે જ નાખવો.
- 2
હવે બેસનમાં પાણી એડ કરતાં જાઓ અને ભજીયા નું ખીરું તૈયાર કરો. આ ખીરાને પાતળું ન કરવું. થોડું ઘટ્ટ રાખવું. તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવું. ખીરામાં એક ટેબલસ્પૂન ગરમ તેલ નાખવું. અને સોડા નાખી મિક્સ કરી લેવું. હવે ખીરામાં બટાકાની સ્લાઈસ મૂકી બધી બાજુથી ખીરાથી કોટ કરી ગરમ તેલમાં નાખો. ભજીયા એકદમ પુરીની જેમ ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી દેવી અને બીજી સાઈડ ચેન્જ કરી દેવા.
- 3
ફોટામાં બતાવ્યા પ્રમાણે ક્રિસ્પી ભજીયા તળી લેવા. હવે એ જ પ્રમાણે ડુંગળી ની સ્લાઈસ ખીરાથી કોટ કરી અને તેના પણ ભજીયા બનાવી લેવા.
- 4
હવે લીલા મરચા ને ખીરામાં નાખી ખીરું તેની ઉપર બરાબર કોટ કરી ગરમ તેલમાં તળી લેવા. તૈયાર છે મિક્સ ભજીયા ! ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (11)