રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવાની. એક વાટકો સુકુ અને લીલુ,લસણ. અને બે મરચા, બે ટામેટાં, અને આદુનો ટુકડો બધું મિક્સર ના બાઉલમાં લઈ, પછી તેને ક્રશ કરી લેવા.
- 2
એક લોયામાં તેલ ગરમ થઇ જાય ત્યારે ભૂંગળા તળી લેવાના. ત્યારબાદ બટાકા બાફવા મુકવાના. અને ચાર સીટી વગાડવાની. પછી બટાકા બફાઈ જાય ત્યારે એને છાલ કાઢીને ચાર પીસ, કરી લેવાના.
- 3
હવે વઘાર માટે એક લોયામાં ત્રણ ચમચા તેલ લેવાનું. તેલ ગરમ થાય ત્યારે. પછી તેમાં ચપટી હિંગ મુકવાની. ત્યારબાદ તેમાં બે લાલ સુકા મરચા, અને તમાલપત્ર, મીઠો લીમડો. મૂકીને વઘાર કરવાનો. પછી તેમાં ક્રશ કરેલા લસણ, ટામેટા, આદુ, મરચાં, ની પેસ્ટ ઉમેરવી. પેસ્ટને બે થી ત્રણ મિનિટ, સાતળવી. પછી તેમાં, મસાલા કરવા. 1/4 ચમચી હળદર 2 ચમચી લાલ મરચું પાઉડર. 1 ચમચીધાણાજીરું. 1 ચમચીગરમ મસાલો. ચમચી મરી પાઉડર. 1 ચમચીચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી લો. સરસ મિક્સ થઈ જાય,
- 4
ત્યારબાદ તેમાં બટાકા ઉમેરવા. બટેટાને સરસ રીતે મિક્સ કરી લો. પછી તેમાં ધાણાભાજી છાંટી, તો તૈયાર છે આપણા બટાકા ભૂંગળા. તમે એને ભૂંગળા સાથે ખાઈ શકો છો, પાવ, સાથે ખાઈ શકો છો અથવા તો બ્રેડ સાથે, પણ ખાઈ શકો છો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરવાના. તો તૈયાર છે આપણા ભૂંગળા બટાકા,
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ