હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)

#SSM
આ પૂરી મે ઓલીવ ઓઈલ માં બનાવી છે
હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
#SSM
આ પૂરી મે ઓલીવ ઓઈલ માં બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો બને લોટ અને મીઠું ને એક બાઉલમાં લઈ જરૂર મુજબ સોડા ઉમેરી કણક બાંધી અને 15 મિનિટ માટે એને રેસ્ટ આપો. ત્યારબાદ તેમાંથી નાના લુવા કરી તેને લંબગોળ વડી લેવી
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઓલીવ ઓઇલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં પૂરી મૂકી તળતા જેવી. ચાર પાંચ વણી અને એ તળી લેવી આ રીતે કરતા જવું
- 3
એ રીતે પૂરી પણ તૈયાર કરી છે આ રીતે બધી પૂરી વણી અને કડક એવી તળી એ રીતે ડબ્બામાં ભરી લેવી
- 4
જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ત્યારે પૂરી કાઢવી. લસણ વાળા પાણીની જે વસ્તુઓ છે તે પાણી સિવાયની બધી વસ્તુઓને મિક્સર જારમાં લઈ ક્રશ કરી થોડું પાણી ઉમેરી ફરી ક્રશ કરી બાકીના પાણીમાં ઉમેરી લસણ વાળું પાણી તૈયાર કરવું તેને ઠંડુ કરવું હોય તો વહેલુ બનાવી લેવું. બાફેલા મગ અને સમારેલી ડુંગળી પણ તૈયાર રાખવા.
- 5
હવે જ્યારે તમારે પાણીપુરી ખાવી હોય ત્યારે પુરીમાં કાણા પાડવા તેમાં મગ ઉમેરવા ઉપર ડુંગળી ઉમેરવી અને લસણનું પાણી લઈને માંડો ખાવા.
- 6
જેમને ઝીણી સેવ કે કોરો મસાલો ઉપયોગ કરવો હોય તો એ પણ લઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ