મસાલા વાળા ભીંડા નું શાક

Kirti Suba @cook_38212106
મસાલા વાળા ભીંડા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ની ચીર કરીને ચાર પીસ કરવાના મીડિયમ સાઇઝના પીસ કરવાના. પછી એક લોયામાં ચાર પાવડા તેલ લેવાનું, તેલ ગરમ થાય ત્યારે હિંગ મૂકી અને ભીંડા વગાડવાના. પછી તેને તેલમાં થોડીક વાર સાંતળવાના. થોડાક સતરાઈ જાય ત્યારબાદ એક ટમેટું ઝીણું સુધારી નાખવાના.
- 2
ત્યાર પછી એક બાઉલમાં બધા મસાલા મિક્સ કરવાના નાની વાટકી ચણાનો લોટ નાની વાટકી શીંગદાણા નો ભૂકો, 2 ચમચી લાલ મરચું પાઉડર 2 ચમચી ધાણાજીરું પાઉડર 1/2 ચમચી હળદર 1 ચમચીમીઠું 1/4 ચમચી ખાંડ, 1/2 ચમચી ગરમ મસાલો.
- 3
નાની વાટકી ધાણાભાજી આ બધું એક બાઉલમાં સરસ રીતે બધું મિક્સ કરી લો. મસાલો તૈયાર છે, ભીંડો થોડોક સતળાઇ જાય ને એકદમ સરસ, ત્યારબાદ તેમાં મસાલો ઉમેરવાનો. પછી તેને સરસ રીતે હલાવી અને પાંચ મિનિટ ગેસ ઉપર રાખવાનું. પાંચ મિનિટ થઈ જાય પછી બંધ કરી દેવાનો ગેસ, તો તૈયાર છે મસાલા વાળા ભીંડા નું શાક,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16914308












ટિપ્પણીઓ