છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ૨-૩ કલાક માટે પલાળી રાખો પછી કૂકર માં ચણા માં મીઠું ઉમેરી બાફવા મૂકી દો ૪-૫ સીટી થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને પછી ચણા ને જારા મા કાઢી લો જેથી પાણી બધું નીકળી જાય
- 2
હવે ગ્રેવી કરવા માટે ટામેટા, ડુંગળી, મરચાં, લસણ અને થોડું પાણી ઉમેરી ને મિક્સરમાં પીસી લો
- 3
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ ઉમેરો પછી તેમાં ડુંગળી ને આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
ત્યાર બાદ તેમાં ગ્રેવી ઉમેરો અને થોડી વાર માટે રેવા દો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું ઉમેરી બરાબર હલાવી લો - 4
ત્યાર બાદ હવે તેમાં કસુરી મેથી, છોલે મસાલો ઉમેરી દો
- 5
છેલ્લે તેમાં બાફેલા છોલે ચણા ઉમેરી તેમાં કોથમીર છાંટી બરાબર મિક્સ કરી લો
- 6
તો તૈયાર છે ગરમ ગરમ સ્વાદિષ્ટ છોલે ચણા જેને પૂરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16948470



















ટિપ્પણીઓ