ઇન્સ્ટન્ટ ઓટ્સ ડોશા

ઇન્સ્ટન્ટ ઓટ્સ ડોશા
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન ગરમ મૂકી તેમાં ઓટ્સને ધીમા તાપે શેકી લેવા એક મિનિટ માટે હવે તેની એક મિક્સર જારમાં ક્રશ કરી લોટ તૈયાર કરી લેવો હવે તેમાં ચોખાનો લોટ, રવો ઉમેરીબરાબર મિક્સ કરી લેવુંહવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા, ચીલી ફ્લેક્સ અને કોથમીર ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ થોડું પાતળું એવું બેટર તૈયાર કરીશું
- 2
હવે તેને ઢાંકી પાંચ થી દસ મિનિટ રહેવા દઇશું હવે એક નોનસ્ટિક પેન લઈ તેમાં તેલ ગરમ મૂકી તેમાં ચણાની દાળ અને શીંગદાણા, લસણની કળી ઉમેરી હલાવતા રહી સાતળવું તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દેવું હવે તેમાં લાલ મરચા ઉમેરી દેવા ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું
- 3
હવે નોનસ્ટિક પેન ગરમ મૂકી બનાવેલું બેટર પાથરી તેના પુડલા ઉતારી લેવા તેને થોડા ક્રિસ્પી થવા દેવા આ રીતે બધા બેટરનું ઢોસા તૈયાર કરી લેવા
- 4
હવે ચટણીનું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સર જાળમાં લઈ થોડું મીઠું અને પાણી ઉમેરી પીસી લેવું હવે વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં રાય અને મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘારે પીસેલી ચટણી માં રેડી દેવું હવે તેને બરાબર હલાવી લેવું ઢોસા અને ચટણી સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ