દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)

#વિકમીલ૨
દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે.
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨
દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવો બનાવા માટે એક નોનસ્ટિક પેણી માં 4-5 ચમચી ઘી લઇ એમાં મિલ્ક પાઉડર નાખી આચ્છો ગુલાબી રંગ થાઈ ત્યાં સુધી શેકો. પછી એમાં દૂધ નાખી ને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો. માવો તૈયાર છે.
- 2
હવે દૂધી ને છોલી અને છીણી ને 4-5 વખત પાણી થી ધોઈ ને પોલા હાથે નીચવી લો. તેને ને પ્રેસર કૂકર માં લઇ એમાં લીલા ફૂડ કલર ના 4-5 ટીપા નાખી મિક્સ કરી ને 2 સીટી વગાડી તરત કૂકર ખોલી લો નહી તો દૂધી નો રંગ ઝાંખો પડી જશે.
- 3
હવે એક પેણી માં 4-5 ચમચી ઘી લઇ તેમાં બાફેલી દૂધી નાખી ને પાણી બળે ત્યાં સુધી સોંતરો. પછી તેમાં ખાંડ ઉમેરી ને ખાંડ નું પાણી 90% બળે ત્યાં સુધી હલાવતા રહો.
- 4
હવે તેમાં ઉપર બનાવેલ માવો નાખો. ઘી છૂટું પડે અને પેણી ને હલવો છોડે ત્યાં સુધી હલાવો. હવે તેને ઘી થી ગ્રીઝ કરેલા મોઉલ્ડ અથવા થાળી માં પાથરી લો.
- 5
હવે ઉપર ગુલાબ જળ ના ટીપા નાખો. બદામ પિસ્તા ની કાતરી થી ગાર્નિશ કરો. હલવો ઠરે એટલે પીસીસ પાડી લો.
- 6
દૂધી નો હલવો સર્વ કરવા માટે તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. (ફોટો માં બતાવ્યા મુજબ દૂધી ની છાલ માંથી સાદડી બનાવી ને તેની ઉપર હલવો સર્વ કરી શકાય)
Similar Recipes
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)
#WD💕Happy International Women’s Day! 💕કુકપેડ ની બધી જ Women મારી માટે એકદમ સુપર વુમન અને પ્રેરણાદાયક છે. નવી વાનગી બનાવવી, ફોટા પાડવા, માપ સાથે રેસિપી લખી શેર કરવી એ બધું જોઈએ એટલું સહેલું નથી. અહીં બધા જ અવનવી રેસિપી રોજબરોજ ખુબ જ સરસ રીતે મુકી ને શેર કરે છે. કુકપેડ જેવા માધ્યમ થી મને છેલ્લા ૯ મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું છે. રોજ નવી રેસિપી તો શીખવા મળી જ એની જોડે કેવી રીતે એને સજાવવું, સરસ ફોટા પાડવા એ પણ અહીં બહુ સરસ રીતે શીખવા મળે છે.કુકીંગ નો મને હું નાની હતી ત્યારે થી જ બહુ જ શોખ છે. અવનવી વાનગી બનાવવાનું મને ખુબ જ ગમે છે. મારી Mom કુકીંગ બહુ જ સરસ કરે; બધું જ બહુ સરસ બનાવે. હું એમની જોડે થી બહુ બધુ બનાવતા શીખી છું.કરોના ના લોકડાઉન ના સમય June માં મેં કુકપેડ જોઈન કર્યું. એ પછી તો ઘણી બધી નવી વાનગી બનાવી. વાનગી ને સજાવી ને ફુડ ફોટોગા્ફી કરવાની પણ ખુબ જ મઝા આવે છે. રેસિપી લખવાની પણ એક અલગ જ મઝા છે. હું Cookpad પર ઘણા બધા ને ફોલો કરું છું. બધા જ મારા ફેવરેટ છે. આ બધા માં વૈભવી બેન મારા એકદમ ફેવરેટ છે. એમની બધી રેસિપી ખુબ જ સરસ હોય છે. એકદમ સરસ પૂરી ડિટેલ માં સમજાવી ને રેસિપી લખી હોય અને એવું તો સરસ ડેકોર કરી ને ફોટા પાડી ને મુકે કે ફોટા જોઈને જ મોં મા પાણી આવી જાય.આજે મેં એમના દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને એકદમ સ્વાદિષ્ટ દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહો અને અમને અવનવું શિખવાડતા રહો.Thank You so much Vaibhavi Boghawala 🙏#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
#મીઠાઈ દુધી નો હલવો
#india ચાલો ફ્રેંડસ આજે આપણે તાજી દૂધી નો હલવો બનાવશુ અને આતો બધા ને ભાવતી મીઠાઈ છે અને હેલ્દી પણ છે ઘણા દૂધી નુ શાક નથી ખાતા પણ હલવો એવી વસ્તુછે બધા ને ભાવે. Namrat kamdar -
-
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
મારા ભાઈ ને પ્રિય છે અને એનો જન્મ દિવસ હતો સાથે તહેવાર પણ શરૂ થાય એટલે દૂધી નો હલવો બનાવ્યો છેબીજી વાત થોડી ઉતવાર હતી તો બધા પિક્ચર લેવાયા નથી તો તેના માટે માફ કરજોપોસ્ટ 10 khushbu barot -
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
કોપરા પાક
#EB#Week16#ff3#childhood#શ્રાવણ#koprapak#coconut#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે. Vaibhavi Boghawala -
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો. Aditi Hathi Mankad
More Recipes
ટિપ્પણીઓ (4)