ઇડલી સંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને બે થી ત્રણ કલાક સુધી ધોઈ ને પલાળી દો.પછી દહીં ગરમ કરી દાળ ચોખા ક્રશ કરી લો અને પછી તેને છથી સાત કલાક આથો આવવા માટે રાખી દો.મીઠું તેજ વખતે નાખવું.જેથી આથો સારો આવે.
- 2
સંભાળ માટેની તુવેરની દાળ પલાળી લો. પછી તેને કૂકરમાં બાફી લો. એક પેનમાં 2 ચમચી તેલ મૂકી રાઈ નાંખી લીમડો નાખી અને બાફેલી, ક્રસ કરેલી તુવેરદાળ નાખવી. ટોમેટો પ્યુરી નાખવી અને બધો મસાલો નાખવો. લીમડાના પત્તા નાંખવા અને જરૂર મુજબ પાણી નાખી દાળને ઉકળવા દેવી.
- 3
લીલા ટુકડાને ઝીણો સુધારી ગરમ કરેલું થઈ લીલા મરચાં અને લીમડો અને દાળિયા નાખી પેસ્ટ બનાવી લેવી. ક્રોસ કરતા પાણીને બદલે ગરમ કરેલું દહીં નાખવું. મીઠું સ્વાદ પ્રમાણે અને જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. પછી બે ચમચી તેલ મૂકી રાઈ અને હિંગનો વઘાર કરો તેમાં અડદની દાળ નાખવી બ્રાઉન થાય એટલે બધો વઘાર ચટણી ઉપર વેડી ડીશ ઢાંકી દેવી અને થોડીક વાર પછી હલાવો તો ચટણીમાં અડદની દાળની સ્મેલ સરસ આવશે.
- 4
ઈડલીના વેશર માં બે ચમચી ગરમ તેલ નાખો અને એક ચમચી ઈનો નાખો એની ઉપર સેજ પાણી નાખી બધુ બરાબર હલાવો અને ઈડલીના સ્ટેન્ડમાં થી ઉતારવી.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ