તેલુગુ ચટણી

#ચટણી
આ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.
આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં ધાણા લઈ સેકી લેવા,ત્યાર બાદ તલ અને જીરું પણ સેકી પ્લેટ માં કાઢી લેવું.
- 2
ત્યાર બાદ પેન 1 ટેબલ સ્પૂન તેલ લેવું તેમાં સમારેલ ટામેટા અને આદુ લેવું.5 મિનિટ સાંતળવું.
- 3
ત્યાર બાદ તેમાં મીઠું અને આમલી લેવા.મિક્સ કરવા. ત્યાર બાદ ફુદીનો અને ઘાનાભાજી એડ કરવા.મિક્સ કરી ગેસ બંધ કરી આ મિશ્રણ ને થોડું ઠંડુ થવા દેવું.
- 4
મિક્સર જાર માં સેકેલ ધાણા,જીરું,અને તલ પીસવા.તેમાં લીલા મરચા અને સાતળેલ મિશ્રણ એડ કરી અધકચરું પીસી લેવું.
- 5
પેન માં તેલ લેવું.તેલ થાય એટલે તેમાં રાઈ નાખવી.રાઇ તતળે એટલે લીમડો અને સૂકા લાલ મરચાં નાખવા, ત્યાર બાદ બનાવેલ પેસ્ટ એડ કરી મિક્સ કરવું.
- 6
તેલુગુ ચટણી રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ