દાળ ઢોકળી

દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી માટે ની બધી સામગ્રી ભેગી કરી લો. હવે બધું ભેગું કરી રોટલી જેવો લોટ બાંધવો. 15મીનીટ ઢાંકીને રાખી દો.
- 2
હવેતુવેરની દાળ ધોઇ ને કૂકર માં બાફી લો.તેની સાથે જ સરગવા ની શીંગ અને શીંગદાણા પણ બાફી લો.પછી દાળ માટે ની બધી સામગ્રી ભેગી કરી લો.
- 3
હવે ઢોકળી ના લોટ માંથી લૂવા લઇ પરોઠા જેવી રોટલી વણી લો.તે રોટલી ને બન્ને બાજુ એ કાચી પાકી શેકી લો.
- 4
હવે એક તપેલીમાં પાણી અને થોડું તેલ ઉમેરી પાણી ને ઉકાળો. કાચી પાકી રોટલી ના ટુકડા કરી લો.
- 5
હવે ઉકળતા પાણીમાં રોટલી ના ટુકડા નાખી બફાવા દો.10મીનીટ બફાવા દો.
- 6
હવે એક તપેલી લો તેમાં ઘી અને તેલ નાખી ગરમ કરો.પછી તેમાં રાઇ,જીરું,તજ,લવિંગ,બાદીયાન,કોકમ ના ફૂલ,હીંગ નાખો.પછી આદુ,મરચાં, કરી પતા,સમારેલી કોથમરી ની દાંડી નાખો. પછી ક્રશ કરેલા ટામેટાં નાખી સાંતળો.
- 7
પછી બાફેલી તુવેરની દાળ નાખો. પછી બાફેલી સરગવા ની શીંગ અને બાફેલા શીંગદાણા નાખો.પછી હલદી,સાકર,નમક સ્વાદ અનુસાર નાખો અને દાળ ને ઉકાળો.
- 8
હવે દાળ ઉકળી જાય પછી તેમાં બાફેલી ઢોકળી તેના પાણી સાથે જ નાખી ને મીક્સ કરી એક બે ઉભરા આવવા દો.છેલ્લે તેમાં 1/2લીંબુ નો રસ અને સમારેલી કોથમીર ભભરાવો.
- 9
તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી તીખી તમતમતી સ્વાદિષ્ટ દાળ ઢોકળી ને મસાલા છશ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (2)