મસાલા કાજુ પનીર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ચોરસ કટકા કરી લો પછી તેમાં લાલ મરચું પાવડર હળદર ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું કસૂરી મેથી અને બાંધેલું દહીં નાખીને બરાબર મિક્સ કરી લો અને તેને અડધો કલાક રહેવા દો
- 2
પછી એક કડાઈમાં તેલ અને ઘી મૂકો પછી તેમાં ગરમ થાય એટલે કાજુના ટુકડાને તળી લો અને તેને બહાર કાઢીને પછી તેમાં જ બધા જ ખડા મસાલા નાખો અને જીરું નાખીને સમારેલી ડુંગળી નાખો થોડીક ગુલાબી રંગની થાય એટલે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર કિચન કિંગ મસાલો ગરમ મસાલો આ બધું મિક્સ કરો થોડીવાર ચડી જાય એટલે તેમાં બે ચમચી મલાઈ અને બે ચમચી કાજુની પેસ્ટ ઉમેરો અને ૫ થી દસ મિનિટ સુધી સાંતળો
- 3
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં તળેલા કાજુ ઉમેરો અને બીજા એક પેનમાં મેરીનેટ કરેલો પનીર ને ચારે બાજુ સાંતળી લો અને પછી તેને આ ગ્રેવી ની અંદર ઉમેરો અને બરાબર હલાવો પછી તેમાં એક ચમચી કસુરી મેથી ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું પણ નાખો તૈયાર છે તમારો મસાલા કાજુ પનીર અને તેને પરાઠા અને નાન સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ