રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બાફેલા બટાકા નો માવો કરી તેમા હળદર, ખાંડ, લીંબુ નો રસ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને મિક્સ કરી લો.હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી જીરુ નાખો.
- 2
જીરુ ફૂટે એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી ને સાંતળો, પછી તેમા હિંગ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી ને ગરમ મસાલો એડ કરી મીક્સ કરો.
- 3
બધુ સરસ મીક્સ થઈ જાય એટલે તેમાં બનાવેલ બટાકા નો માવો નાખી ને મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
- 4
લોટ બાંધવા માટે એક તાસ મા લોટ, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું તેલ નાખી ને પરોઠા નો લોટ બાંધી લો.અને તેના ગોળ નાના લૂઆ તૈયાર કરી લો.
- 5
હવે એક મોટી રોટલી વણી ને તેની વચ્ચે બટાકા નો માવો ૨ ચમચી મૂકી દો અને બધી કીનારો ભેગી કરી લો.અને વધારા નો ઉપર વધેલો લોટ કાઢી ને ગોળ આકાર આપી ને પરોઠો વણી ને તૈયાર કરી લો.હલકા હાથે.
- 6
હવે લોખંડ ની તવી ગેસ પર ગરમ કરવા મૂકો અને પરોઠો નાખી બેઉ બાજુ શેકો.
- 7
બેઉ બાજુ થોડુ શેકાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી ને બા્ઉન કલર ના શેકી લો.
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સોફ્ટ આલુ પરાઠા તેને મીઠા મરચા વાળા દહી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 🙏
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (6)