વેજ પટ્ટી સમોસા (Veg patti samosa recipe in gujarati)

વેજ પટ્ટી સમોસા (Veg patti samosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને મેંદા નો લોટ લઈ તેની અંદર મીઠું અને તેલ નું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો અને તેને ૧૫ મિનિટ ઢાંકી ને રાખી મૂકો,
- 2
હવે, સ્ટફિંગ માટે એક કડાહી માં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં બધાં જ બારીક સમારેલા શાકભાજી ને સેજ સાંતળી લો,અને તેમાં બધાં જ મસાલા નાખી સરખું મિક્સ કરી લો અને તેને બાજુ પર મૂકી દો,
- 3
હવે બાંધેલા લોટ માં થી સમોસા ની પટ્ટી બનાવવા મોટા મોટાં પડ તૈયાર કરી લ્યો અને બધા થઈ જાય એટલે તેની પટ્ટી કરતા જાવ અને સમોસા નો મસાલો ભરી તૈયાર કરી બાજુ પર મૂકી દો ઉપર ભીનું કપડું ઢાંકી રાખવાનું જેથી પડ સુકાય નાં જાય...
- 4
ત્યારબાદ સમોસા ભરી ને તૈયાર થઈ જાય એટલે તેને એક કડાઈ માં તેલ ગરમ કરી ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો,
- 5
હવે એક પ્લેટ લ્યો અને તેમાં તમારું મનગમતું બધાં જ શાકભાજી અને બીજી વસ્તુ જે સમોસા માં યુઝ કરી હોય a બધી જ વસ્તુઓ થી ડેકોરેશન કરી પ્લેટ રેડી કરી લ્યો અને તેમાં એક સાઈડ માં તૈયાર કરેલ સમોસા અને ગ્રીન ચટણી અને લસણ ની ચટણી મૂકી ડિશ રેડી કરી લ્યો, કલરફૂલ ડેકોરેશન અને ક્રિસ્પી પટ્ટી સમોસા જોઈ ને જ ખાવાનું મન થઈ જશે..તમે પણ જરૂર આ ડિશ બનાવવાની કોશિશ જરૂર,આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે,નાના મોટા બધાં ને આ સમોસા ખૂબ જ ભાવે છે.. પટ્ટી બનાવી ને કર્યા હોવાથી ક્રિસ્પી જ રહે છે...👍 આભાર.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ