પનીર ટીક્કા મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના એકસરખા પીસ કરી લો પછી તેમાં ચણાનો નો લોટ મરી પાવડર નિમક આમચૂર પાવડર અને દહીં ઉમેરી પનીરને મિક્સ કરી દો એક તાવા ઉપર તેલ લગાવી પનીર ના પીસ ને પાથરીને બંને સાઇડ શેકી લો
- 2
હવે આપણે ગ્રેવી બનાવી શું કાંદા ટમેટા અને લસણ ને તેલમાં ગુલાબી સાતડી લેસુ ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દેશુ હવે એક મિક્સરમાં આપણે ત્રણ ચાર નંગ કાજુ ઉમેરી બધુ ક્રસ કરી લેસુ હવે એક કડાઈમાં 2 ચમચા તેલ ઉમેરી ગ્રેવીને સાતડી લેશું જ્યાં સુધી તેલ છૂટુ ન પડે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ગરમ મસાલો લાલ મરચું પાવડર શેકેલા જીરાનો પાવડર હળદર ચપટી કસ્તુરી મેથી એક ચમચી મરી પાવડર ઉમેરી ફરી પાછું હલાવવું
- 3
હવે આપણે તેમાં પનીરનામસાલા મસાલા પીસ કેપ્સીકમ ના પીસ અને કાંદાના પીસ ઉમેરી અને મિક્સ કરવું 5 મિનીટ ગેસ ઉપર રાખી ને ગેસ બંધ કરી દેવો તૈયાર છે આપણા પનીર ટીકા મસાલા તંદૂરી નાન અથવા બટર રોટી સાથે પનીર ટીકા મસાલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (3)