મિક્સ ફ્રુટ સ્નેક કેક
રાંધવાની સૂચનાઓ
- 1
દહી અને બટર મિક્સ કરો અને એક બાઉલમાં મૈદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળણી થી ચાળી લો. દહી વાળાં મિશ્રણ માં મિક્સ કરી લો.
- 2
દાડમના દાણા ક્રશ કરી મિશ્રણ માં મિક્સ કરી લો.કેરી અને કીવી 1/4 કપ જેટલું કાપી ને તેમાં ઉમેરો. હવે ગ્રીસ કરેલાં મોલ્ડ માં બેટર કાઢી 180 ડીગ્રી પર પ્રિહિટ કન્વેન્શન માં 30 મિનિટ માટે બેક કરો. આજ માપથી મેં 2 કેક બનાવી છે.
- 3
આ રીતે 2 કેક બનાવી લો અને રુમ ટેમ્પરેચર પર આવે એટલે સિલ્વર ફોઈલ પર લઈને કેક ની વચ્ચે ગ્લાસની મદદથી હોલ કરો. અને 2 સરખા ભાગ કરી લો. સી આકાર માં ગોઠવી જોઈન્ટ કરો.
- 4
ક્રીમ ને બીટર થી.બીટ કરો અને તેમાં મેગો પલ્પ નાખી મિક્સ કરો.હવે એક બાઉલમાં કાઢી લો. કેરી અને કીવી ની ઊભી સ્લાઈસ કરી લો.
- 5
હવે કેક ની ઉપર મેંગો ક્રીમ લગાવી લો.તેના ઉપર કેરી અને કીવી ની ઊભી સ્લાઈસ લગાવી લો, દાડમના દાણા પણ લગાવી લો. કેક ના આગળ ના ભાગ ને મો નો આકાર આપો અને કેરી ની સ્લાઈસ થી જીભ બનાવી લો તો તૈયાર છે, આપણી ફ્રુટ કેક-સ્નેક કેક.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (6)