5 ફ્લેવર પાણીપુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે રેગ્યુલર તીખું પાણી તૈયાર કરશું. એના માટે જારમાં એક બાઉલ ફુદીનાના પાન ત્રણ ચાર પાલકના પાન અને બે ચમચી જેટલી આમલી નાખી ક્રશ કરી લો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ત્રણ તીખા મરચા ના કટકા અને એક ચમચી પાણીપુરી મસાલો ઉમેરી ક્રશ કરી લો તૈયાર છે આપણું રેગ્યુલર પાણી
- 2
હવે આપણે લસણનું પાણી તૈયાર કરશું તેના માટે સૌપ્રથમ જાર માં થોડા ફુદીનાના પાન ૫ કળી લસણ અને સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી લાલ મરચાનો ભૂકો ઉમેરી ક્રશ કરી લો
- 3
જલજીરા પાણી માટે સૌપ્રથમ જારમાં થોડા ફુદીનાના પાન ૧ ચમચી જીરું સ્વાદ મુજબ મીઠું અને બે પાલકના પાન ઉમેરી ક્રશ કરી લો હવે તેમાં એક ચમચી જલજીરા મસાલો ઉમેરી તૈયાર છે આપણું જલજીરા પાણી
- 4
ખાટા પાણી માટે જાર માં એક બાઉલ આમલી થોડા ફુદીનાના પાન ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ચાટ મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો તૈયાર છે આપણું ખાટું પાણી
- 5
ગળ્યું પાણી તેના માટે ઘરમાં ૩ ચમચી આમલી બે ચમચી ગોળ અને સ્વાદ મુજબ મીઠું ચાટ મસાલો ઉમેરી ક્રશ કરી લો. હવે એક પ્લેટમાં પાંચ ગ્લાસમાં અલગ-અલગ પાણી ભરી તેના પર બુંદી થી ડેકોરેટ કરો. હવે તેના પર ડીશ મૂકી પુરીમાં મસાલો ભરી રાખી દો બાજુમાં રગડો ચણા અને બુંદી રાખી પ્લેટ તૈયાર કરો. પાણીપુરી હોય એટલે છેલ્લે ભુકા કાઢે તો ખાવાની! તેના માટે એક પ્લેટમાં પૂરીનો ભૂકો કરી તેમાં ચાટ મસાલો છાંટી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
















ટિપ્પણીઓ (8)