કેરી આદુ અને લસણનું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ રાજાપુરી કેરી લઈ તેની છાલ ઉતારીને ખમણીથી ખમણી લો હવે 300 ગ્રામ લસણ લઈ તેના ફોતરા ઉતારીને મિક્સરમાં અધકચરા પીસી લો હવે આદુંને પણ ક્રશ કરી લો.
- 2
હવે ગેસ ઉપર એક લોયુ મુકી પછી તેમાં તેલ મૂકો તેલ ગરમ થાય બાદ તેમાં લસણ ઉમેરો તેને બ્રાઉન થવા દો પછી તેમાં આદુની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં ખમણેલી કેરી ઉમેરો હવે બધું મિક્સ કરીને એકાદ મિનીટ સાંતળો પછી તેમાં અથાણાનો મસાલો નાખી હલાવો તેમાં જરૂર પડે તો ચટણી મીઠું હળદર નાખી મિક્સ કરો હવે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો પછી તેને એક કાચની બરણીમાં ભરી લો અને જરૂર પડે તો તેલ ગરમ કરી ઠંડુ થઈ ગયા પછી તેમાં નાખવું અહીં આપણે એક કાચના બાઉલમાં કાઢીને સર્વ કર્યું છે
- 3
ખરેખર ટેસ્ટી બન્યું છે તમો પણ જરૂરથી બનાવજો
Keywords
Similar Recipes
More Recipes
- બમિઁઝ ખાઉસવે (Burmese khowsuey Recipe In Gujarati)
- મેંગો આલમ્ન્ડ સંદેશ પાના કોટા (Mango Almond Sandesh Panna Cotta Recipe In Gujarati)
- ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
- મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
- મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12700992



ટિપ્પણીઓ