મેક્સિકન હોટપોટ(mexican hotpot in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને ઉકળવા દો.તેમા મીઠું,મરી, લવિંગ એક નાખી દો.બાદીયા ને તજપતુ નાખી બાફી લો.બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢીને ઠંડા કરી લો.રાજમા ને મીઠું નાખી બાફી લો.બધા શાકભાજી ધોઈને કાપી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં એક કાપેલું લીલું મરચું, છીણેલું આદું અને લસણ ના ટુકડા નાખી હલાવી લો હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.સતળાય જાય પછી તેમાં ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.
- 2
હવે તેમાં બધા શાકભાજી અને બાફેલા રાજમા નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ને ૪-૫ મીનીટ સુધી ચડવા દો.હવે તેમાં લાલ મરચું, હળદર,મરી પાઉડર નાખી હલાવી લો.હવે ઉપર જણાવેલ બધા સોસ નાખી મિક્સ કરી લો.હવે તેમાં રાઈસ નાખી હલાવી લો.
- 3
હવે એક ચમચી લીંબુનો રસ નાખીને બરાબર હલાવી લો.તૈયાર છે સ્પાઈસી મેક્સિકન રાઈસ...નાચોસ ચીપ્સ અને સલાડ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12943356




ટિપ્પણીઓ