ચુરમાના લાડુ-(churma na ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લેવો તેમાં તેલનું મોણ નાખવું સારી રીતે મસળીને મિક્સ કરવું ત્યાર પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી ભાખરી જેવો કઠણ લોટ બાંધવો
- 2
બાંધેલા લોટમાંથી હાથથી નાના મુઠીયા વાળી લેવા આ રીતે બધા મુઠીયા તૈયાર કરવા
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે મીડીયમ ફલેમ પર બધા મુઠીયા તળી લેવા
- 4
મુઠીયા ના નાના કટકા કરવા થોડા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં તેનો ભૂકો કરી
- 5
કાજુ બદામ પિસ્તાની કતરણ કરવી જાયફળનો ભૂકો કરવો
- 6
હવે તૈયાર કરેલ ભૂકાને કથરોટ માં લેવો તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખવી અને જાયફળનો ભૂકો નાખવો ચુરમુ તૈયાર છે
- 7
હવે કડાઈમાં ઘી ગરમ મૂકી ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગોળ નાખવો બધુ બરાબર મિક્સ કરવું ગોળ ઘી માં ઓગળી જાય ત્યાં સુધી હલાવવુ ફોટા માં બતાવ્યા પ્રમાણે ચાસણી કરવાની નથી ત્યાર પછી ગેસ બંધ કરી દેવો
- 8
ત્યાર પછી આ મિશ્રણને ભૂકા પર રેડી દેવું બધું સારી રીતે મિક્સ કરો
- 9
હવે તેમાંથી લાડુ વાળી લેવા તેના પર ખસખસ લગાવવા તૈયાર છે ચુરમાના લાડુ
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (8)