ચા વિથ નાસ્તા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ફિંગર પૂરી બનાવીશું. જેના માટે એક બાઉલમાં મેંદાનો લોટ લેવો. તેમાં તીખા પાઉડર, શેકેલું જીરું પાઉડર, મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લેવો 10 15 મિનિટ લોટને રહેવા દેવો
- 2
આવી રીતે મોટી રોટલી વણી લેવી. આવી રીતે પીસ કરી લેવા
- 3
પીસ થઇ ગયા બાદ તેને તેલમાં તળી લેવું
- 4
હવે રેડી છે આપણી ફિંગર પૂરી. તેના પર ચાટ મસાલો છાંટો
- 5
હવે આપણે ઘઉંના લોટની પૂરી બનાવીશું. સૌપ્રથમ એક બાઉલમાં લોટ લેવો. તેમાં તેલ, મીઠું, હળદર આ રીતે બધા મસાલા મિક્સ કરીને લોટ બાંધી લેવો
- 6
તે નોટની 10 15 મિનિટ રહેવા દેવો ત્યારબાદ તેની પૂરી વણી લેવી
- 7
તે પૂરીને તેલમાં તળી લો હવે રેડી છે આપણી પૂરી
- 8
હવે આપણે ભાવનગરી ગાંઠીયા બનાવીશું. તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં તીખા અને અજમો એડ કરું અને મિક્સ કરી લેવું
- 9
હવે એક બાઉલમાં 1/2વાટકી તેલ અને 1/2વાટકી પાણી લો. તેમાં નમક અને સોડા એડ કરવા તેને સારી રીતે મિક્સ કરી લેવું. તેનો કલર વાઈટ થાય ત્યાં સુધી મિક્સ કરવું.
- 10
તે મિક્સ કરેલા તેલ પાણીથી લોટ બાંધવો. હવે તે બાંધેલા લોટ ના બે ભાગ પાડવા. એક ભાગમાં પાણી નાખીને ખૂબ મસળો તમે જોઈ શકો છો જે લોટ નો કલર ચેન્જ થઇ ગયો છે. change થઈ ગયેલા લોટ ના ગાંઠીયા પાડવા.
- 11
સંચા ની મદદથી અથવા ગાંઠિયાના ઝારાથી ગાંઠીયા પાડી લેવા
- 12
હવે રેડી છે આપણા ગાંઠીયા ખાવા માટે ટેસ્ટી અને પોચા બને છે.
- 13
હવે આપણે લસણીયા ગાંઠિયા બનાવીશું તેના માટે એક બાઉલમાં લોટ લેવો. તેમાં લસણની ચટણી કાશ્મીરી મરચું, તીખા પાઉડર, અજમો બધું મિક્સ કરી લેવું
- 14
હવે એક બાઉલમાં 1/2વાટકી તેલ અને 1/2વાટકી પાણી લેવું. તેમાં મીઠું અને સોડા એડ કરવા. તેને સારી રીતે મિક્સ કરી લો. તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી
- 15
હવે તે તેલ અને પાણી મિક્સ કરી રહ્યું છે તેનાથી લોટ બાંધવો. હવે તે લોટમાં થોડું પાણી એડ કરીને સહેજ ઢીલો કરવો પછી તેના ગાંઠિયા પાડી લેવા.
- 16
હવે રેડી છે આપણા લસણીયા ગાંઠિયા.
- 17
આ નાસ્તો ચા સાથે ખુબ સરસ લાગે છે. આપણે ગુજ્જુ છીએ ચા સાથે નાસ્તો તો જોઈએ જ. તો રેડી છે આપણા નાસ્તા
Keywords
Similar Recipes
More Recipes









































ટિપ્પણીઓ (2)