ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)

Harsha Ben Sureliya @cook_22365419
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને ચાર થી પાંચ કલાક પહેલા પાણીમાં પલાળી લો પછી તેનું પાણી કાઢી લો અને સાઈડમાં મુકી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો હવે તેમાં આદુ અને મરચા નાખી ને સાંતળી લો.
- 3
પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં ટામેટા નાખી હલાવી લો અને બે મિનિટ સુધી ઢાંકીને રાખો પછી તેમાં બધા મસાલા નાખી દો
- 4
હવે મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દાળ નાખો અને હલાવી લો પછી એક ગ્લાસ પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો.
- 5
આઠ થી દસ મિનિટ પછી જોઈ લો કે દાળ ચડી ગઈ છે કે નહીં. જો ના ચડી હોય તો જરુર લાગે તો થોડું પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો અને પાંચ મિનિટ સુધી રહેવા દો
- 6
શાક બરાબર ચડી જાય એટલે એક સર્વિગ પ્લેટમાં કાઢી કોથમીર વડે સજાવીને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124256



ટિપ્પણીઓ (2)