ફરાળી અપ્પમ(farali appam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી સાથે લઈ લેવી. મિક્સર ના નાના જારમાં સાબુદાણા અને સામાને ક્રશ કરી પાઉડર બનાવી લેવા. તેને એક મોટા વાસણમાં લઈ લો.
- 2
તેની અંદર ઝીણા સમારેલા મરચાં, કોથમીર અને આખું જીરું ઉમેરો.
- 3
સીંગદાણાનો ભૂકો, દહીં અને સાજીના ફૂલ ઉમેરી દેવા.
- 4
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી લેવી. હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ ખીરું તૈયાર કરો.
- 5
ફોટા માં બતાવ્યા પ્રમાણે ખીરું બનાવો બહુ ઘાટું પણ નહી અને બહુ પાતળું નહીં. આપે પેનને ગરમ કરી તેમાં બેથી ત્રણ ટીપાં તેલ ઉમેરી દેવું. એક એક ચમચી ખીરું ઉમેરી બધા અપમ બનાવી લેવા.
- 6
એક સાઇડ થઈ જાય પછી એને પલટાવી બીજી સાઈડ થી પણ પકાવી લેવા. તો તૈયાર છે માટે એક નવી જ ડીશ એવા ફરાળી અપ્પે. તેની દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125579






















ટિપ્પણીઓ