મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)

#સુપરશેફ1 #શાકએન્ડકરીસ
જય શ્રીકૃષ્ણ મિત્રો
બધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ચોખા પાણીથી ધોઈ સમારી લઈશું
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ લેશું તેમાં જીરુ અને સાત-આઠ લસણની કળી ઉમેરી ચપટી હિંગ નાખી વઘાર કરીશું ત્યારબાદ તેમાં મેથી ની ભાજી ઉમેરીશું હવે આપણે તેમાં હળદર મીઠુ ખાંડ લીંબુ ધાણાજીરૂ લસણ વાળું મરચું ઉમેરી બરાબર હલાવી લઈશું
- 3
હવે આપણે ભાજી ને પાંચ મિનિટ ચડવા દઈશું ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરીશું હવે ચણાના લોટને ભાજી સાથે બરાબર મિક્સ કરી લઈશું બે મિનિટ તેને ચડવા દઈશું ત્યારબાદ કોથમીર ઉમેરી દઈશું
- 4
તો તૈયાર છે સરસ મજાની મેથીની ચણાના લોટ વાળી ભાજી તો ચાલો સર્વ કરીશું તમે પણ જરૂરથી બનાવજો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (27)