રાજસ્થાની ગટ્ટા નું શાક(gatta nu saak recipe in Gujarati)

#સુપરશેફ1#શાક ,કરીશ
રાજસ્થાની ગટ્ટા નું શાક(gatta nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક ,કરીશ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ૨ ગ્લાસ પાણી ઉકળવા મુકો
- 2
હવે ગટ્ટા બનાવવા માટે એક વાસણ મા ચણા નો લોટ લઈ તેમાં અજમો ૨ ચમચી તેલ મીઠું સ્વાદાનુસાર,બધા મસાલા ને જરૂર મુજબ ગરમ પાણી લઈ લોટ બાંધી લેવો,
- 3
ત્યાર બાદ લોટ ના નાના નાના લુઆ લઈ પાટલી પર મૂકી હાથ થી રોલ વાળી લેવા,પછી તેને પાણી ઉકળતું હોય તેમાં નાખી દેવા,,૧૦ / ૧૫ મિનીટ પછી બફાઈ જાય એટલે બાર કાઢી એક ડિશ માં લઇ લેવા,સેજ ઠંડા થાય એટલે તેમાં ગોળ ગોળ ટુકડા કરી લો
- 4
હવે વઘાર માટે એક કડાઈ મા તેલ મૂકી,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી,તેમાં ટામેટા ડુંગળી ની પેસ્ટ ઉમેરો,,પછી હળદર,મીઠું નાખી ૨/૩ મિનીટ માટે સતળવી,ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી તેલ છું ટુ પડે પછી તેમાં ૧ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો,૫/૧૦ મિનીટ પછી ગ્રેવી ઉકળી જાય પછી તેમાં બધા ગટ્ટા ઉમેરો,,૪/ ૫ મિનિટ ઉકળે,મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરવો,પછી એક બોલ માં લઇ ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (3)