પનીર શેશલીક સીઝલર વીથ મખની સોસ (sizzler recipe in Gujarati)

પનીર શેશલીક સીઝલર વીથ મખની સોસ (sizzler recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને ફોટામાં બતાવ્યા પ્રમાણે કાપી ધોઈ ને નેપકીન પર મૂકી કોરા કરી, એક પ્લેટ મા લઈ તેના પર કોર્નફલોર ભભરાવી, અડધો કલાક માટે ફ્રિજ મા મૂકી ત્યારબાદ તળીને બાજુમાં રાખવી.
- 2
એક બાઉલમાં પનીર, લાલ - પીળા કેપ્સીકમ અને કાંદાને ચોરસ ટુકડામાં કાપી ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા ઉમેરી ૨૦મિનીટ મેરીનેટ માટે રાખી ત્યારબાદ ફોટામાં બતાવ્યા પ્રમાણે તૈયાર કરવા.
- 3
પછી એક નિર્લેપ ની તાવી પર શેકી લેવા.
- 4
કેપ્સીકમ માટે વ્હાઇટ સોસ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે મેંદો ઉમેરી શેકવો, મેંદાનો કલર બદલાઈ નહી તે રીતે શેકવો પછી તેમા દૂધ ઉમેરી હલાવતા રહેવુ, સોસ તૈયાર થાય એટલે તેમા મરી, મીઠું, મકાઈ ના દાણા અને ચીઝ ઉમેરી મિકસ કરવુ. સોસ ઠંડો પડે એટલે કેપ્સીકમ મા ભરીને પનીર ટીક્કા સાથે એને પણ તાવી પર શેકી લેવા.
- 5
કેપ્સીકમ ને પણ તાવી પર શેકીને તૈયાર કરવાં,
- 6
ભાત માટે એક વાડકામાં બટર અને તેલ ગરમ થાય એટલે લસણ - મરચાની પેસ્ટ સાતળી કોથમીર ઉમેરી ભાત અને મીઠું ઉમેરી બધુ મિકસ કરવુ, કોથમીર ભભરાવી ભાત તૈયાર કરવો.
- 7
સલાડ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે ગાજર, લાલ - પીળા કેપ્સીકમ અને ફલાવર ને મીઠું નાખીને વારાફરતી સાતળીને એક ડિશમાં તૈયાર કરવા.
- 8
- 9
મખની સોસ માટે એક વાડકામાં બટર ગરમ થાય એટલે લસણની પેસ્ટ સાતળી તેમા લાલ મરચું અને ટામેટા ની પેસ્ટ નાખી સાતળવુ.
- 10
તેમા ગરમ મસાલો, કસૂરીમેથી, ખાંડ નાખી બે મિનીટ સાતળી કાજુની પેસ્ટ નાખી મિકસ કરી મીઠું ઉમરેવું.
- 11
પાંચ મિનીટ પછી તેમા ક્રીમ ઉમેરી મિકસ કરી કોથમીર નાખવી.
- 12
કોથમીર અને જરુર મુજબ પાણી ઉમેરી બાજુમાં રાખવુ. મખની સોસ તૈયાર છે.
- 13
સિઝલર તૈયાર કરવા, સિઝલર પ્લેટ ને ગેસ પર ગરમ કરવા મૂકવી, પછી તેના પર કોબીજ ના પાન ગોઠવવા તેના પર એક બાજુ તૈયાર કરેલો ભાત, એની બાજુમાં તૈયાર કરેલી ગાજર, કેપ્સીકમ, ફલાવર ની સલાડ ગોઠવવી, અને ભાતની બીજી તરફ વ્હાઇટ સોસ થી ભરેલુ કેપ્સીકમ ગોઠવવું.
- 14
કેપ્સીકમ ની બાજુમાં બટાકાની ફ્રાઈસ ઞોઠવવી, પછી એની ઉપર તૈયાર કરેલા પનીર ટિક્કા ની સ્ટીક મૂકવી, પછી ઉપરથી મખની સોસ થી ગાર્નિશ કરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ (8)