શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૯
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલામા ગરમ પાણી મૂકી તેમાં થોડું મીઠું અને તેલ નાખી પાસ્તા બાફી લો.સરખા બફાઈ જાય એટલે તેને એક ચાળણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી પાસ્તા છૂટા રહે.
- 2
હવે મિક્સર જારમાં લાલ સૂકા મરચાં,લસણ ની પેસ્ટ બનાવી લો.એક કઢાઇ માં તેલ મૂકી તેમાં પેસ્ટ વઘારો.પછી તેમાં થોડું પાણી ઉમેરી ઉકળવા દો.થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ અને સોયા સોસ ઉમેરી ઉકળવા દો.આ રીતે શેઝવાન સોસ બનાવો.
- 3
હવે એક કઢાઈમાં બટર મૂકી તેમાં શેઝવાન સોસ અને પાસ્તા ઉમેરી મિક્સ કરી થોડું ચઢવા દો.ઉપર થોડો ટોમેટો કેચઅપ અને લીલા ધાણા સમારેલા નાખી મિક્સ કરી ઞરમ નરમ સવૅ કરો.
- 4
તો રેડી છે શેઝવાન પાસ્તા.શેઝવાન સોસ ને જો સ્ટોર કરવો હોય તો સૂકા લાલ મરચાં ને કૂકરમાં એક સીટી વગાડી બાફી લો.પછી બનાવવા થી ૨-૩ મહિના સુધી બગડશે નહિ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244028





ટિપ્પણીઓ