સ્વીટ કોર્ન વડા (Sweet corn vada recipe in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#માઇઇબુક #પોસ્ટ30
#સુપરશેફ3 #મોનસૂન
ચાલુ વરસાદે ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. વરસાદમાં અલગ અલગ જાતના ભજીયા, પકોડા તેમજ વડા બનતા હોય છે. તો આજે મેં મકાઈ નો ઉપયોગ કરીને તેના વડા બનાવ્યા છે.

સ્વીટ કોર્ન વડા (Sweet corn vada recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ30
#સુપરશેફ3 #મોનસૂન
ચાલુ વરસાદે ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. વરસાદમાં અલગ અલગ જાતના ભજીયા, પકોડા તેમજ વડા બનતા હોય છે. તો આજે મેં મકાઈ નો ઉપયોગ કરીને તેના વડા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટોમેટો સોસ
  2. ગ્રીન ચટણી
  3. 2 નંગબાફેલી અમેરિકન મકાઈને અધકચરી ક્રશ કરેલી
  4. 1/2 વાટકીચોખાનો લોટ
  5. 1બાઉલ ચણાનો લોટ
  6. તળવા માટે તેલ
  7. 1ઝીણી સમારેલ ડુંગળી
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. સમારેલા લીલા મરચા
  10. સમારેલ કોથમીર
  11. લીમડાના પાન
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીમરચું પાઉડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1/2ચમચો આમચૂર પાઉડર
  17. 1/2 ચમચીખાંડ
  18. 1 ચમચીલીંબુનો રસ
  19. સ્વાદ અનુસારનમક
  20. ચપટીફ્રૂટ સોલ્ટ
  21. ●સર્વ કરવા માટે :

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈને બાફીને, તેના દાણા કાઢી અધકચરા ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચોખાનો લોટ, ચણાનો લોટ, ડુંગળી, આદુની પેસ્ટ, કોથમીર, મરચાં અને લીમડાના પાન ઉમેરો તેમજ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ તેમજ નમક ઉમેરી, બધું બરાબર મિક્ષ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. તેલ ગરમ મુકો. તૈયાર કરેલ મિશ્રણમાં ફ્રુટ સોલ્ટ ઉમેરી, લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    મિશ્રણ બરાબર મિક્ષ કરી, લુઆ લઈ હાથેથી થેપીને ગરમ તેલમાં તળી લો.તો તૈયાર છે, સ્વીટ કોર્ન વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes