ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ સરવિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ ચણા નો લોટ (બેસન)
  2. ૫ ચમચીખાંડ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પેકેટ ઈનો અથવા ખાવાનો સોડા
  5. ધાણા
  6. લીંબુ
  7. ૧ ચમચીરાઈ
  8. ૪ ચમચીતેલ
  9. ૧ ચમચીલીલા વાટેલા મરચાં ની પેસ્ટ
  10. કાપેલા લીલા મરચાં
  11. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચાં ની પેસ્ટ, ૨ ચમચી ખાંડ, ૧ લીંબુ નીચવ ને તેમાં પાણી ઉમેરો અને ભેળવો જ્યારસુધી ગઠા ના ઓગળી જાય.

  2. 2

    ત્યારબાદ તેમાં ઈનો અથવા ખાવાનો સોડા નાખીને ૫ મિનિટ સુધી બરાબર મિક્ષ કરો.

  3. 3

    ત્યારબાદ એક તપેલામાં થોડું પાણી લઈ એક સ્ટેન્ડ પર થાળી માં તેલ લગાડી ને થાળી તપેલા માં મૂકી ને બનાવેલું ખીરૂં તેમાં રેડી દેવું. થાળી માં ખીરૂં રેડિયા બાદ તેના ઉપર ચમચો મારવો નહિ.

  4. 4

    તપેલા ને ઢાંકીને ૧૫ થી ૨૦ મિનિટ મૂકવું. ત્યારબાદ થાળીને કાઢી લેવું.

  5. 5

    ત્યારબાદ એક નાની વાટકી માં થોડું પાણી લઈ તેમાં ૩ ચમચી ખાંડ નાખીને ઓગળવી. વગરીયા માં ૪ ચમચી તેલ નાખી તેમાં ૧ ચમચી રાઈ, ૪ કાપેલા મરચાં અને ખાંડનું પાણી નાખીને વગાર તૈયાર કરવો.

  6. 6

    ત્યારબાદ ખમણ ના ભાગ કરીને અનાં ઉપર ધાણા નું ગાર્નિશ કરી ઉપર ચમચી થી વગરિયું નાખીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes