દાલ ફ્રાય(daal fry recipe in gujarati)

દાલ ફ્રાય(daal fry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં અડધો કલાક પલાળેલી તુવરની દાળને લઈ જરૂરિયાત મુજબ પાણી નાખીને બાફી લઈશું.
- 2
ત્યારબાદ દાળ બફાઈ જાય પછી એક ઊંડી કડાઈમાં જરૂરીયાત મુજબ તેલ નાખીને તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જીરૂ નાખીને તતડવા દેવું.
- 3
જીરૂં થઈ જાય ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સમારેલા ટામેટા નાખીને 2 મિનિટ સુધી સાંતળવું.
- 4
હવે માં ૧ ચમચી આદુ લસણ નાખો અને ત્યારબાદ મસાલા કરવા મસાલા હળદર, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર,ધાણાજીરૂ,પાવભાજી મસાલો અને જરૂરિયાત મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 5
ત્યાર બાદ એને બે ત્રણ મિનિટ સુધી થવા દેવો થઈ જાય પછી બાફેલી દાળ નાખી ને બરાબર મિક્ષ કરી લેવું હવે જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવું હવે દાળને ઉકળવા દેવી.
- 6
દાળ ઉકળી જાય ત્યારબાદ દાળમાં કોથમીર નાંખવી. હવે આપણી ગરમાગરમ દાળ ફ્રાય તૈયાર છે.
- 7
દાળ ફ્રાય આપણે જીરા રાઈસ, રોટલી કે પછી પ્લેન રાઈસ સાથે સર્વ કરી શકીએ છીએ.
- 8
મે આયે દાળ ફ્રાય ને ગરમાગરમ જીરા રાઈસ સાથે સર્વ કર્યું છે દાળ ફ્રાય અને જ્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ